ઓનલાઇન સ્ક્રિનિંગ પરીક્ષા માટેની માહિતી
- સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 19th January 2025 ના રોજ યોજવામાં આવશે. સ્ક્રીનીંગ પરીક્ષા નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ 45 મિનીટ ની રહેશે.
- શાળાના આચાર્ય એ વિદ્યાર્થીઓ ની વિગતો ની નોંધણી કરતી વખતે વિદ્યાર્થીઓ નું માન્ય ઇ મેઇલ આઇડી અને મોબાઈલ નંબર જણાવવું આવશ્યક છે. આ ઇ મેઇલ આઈડીનો ઉપયોગ ઓનલાઈન પરીક્ષા ના લૉગ ઇન આઇડી. તરીકે થશે. ઓનલાઈન પરીક્ષા માટેના પાસવર્ડની જાણ ફક્ત આ ઇ મેઇલ આઇડી પર કરવામાં આવશે. (Please check your SPAM / JUNK folder if the email does not show up in your INBOX)
- પરીક્ષા માં ધોરણ ૧૧ સુધીના ના અભ્યાસક્રમ આધારિત ચાલીસ બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા નો હેતુ વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ચકાસવાનો છે અને આથી આ પરીક્ષા ‘એ’ ગ્રુપ (ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, અને ગણિત શાસ્ત્ર), ‘ બી’ ગ્રુપ (ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, અને જીવવિજ્ઞાન) અને ‘એબી’ ગ્રુપ (ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જીવવિજ્ઞાન) માટે સમાન રહેશે. વધુ માહિતી માટે મોડેલ પ્રશ્ન પત્ર જુઓ.
- દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ નહીં આપવામાં આવે.
- જો જરૂરી જણાશે તો, ઓનલાઈન પરીક્ષા ના અમુક પસંદ કરેલા વિદ્યાર્થીઓને બીજી સંક્ષિપ્ત ઓનલાઈન પરીક્ષા માટે આમંત્રિત કરી શકાય છે, જેની વિગતો સંબંધિત વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જાણ કરવામાં આવશે. શિષ્યવૃત્તિ ઇન્ટરવ્યુ માટે વિદ્યાર્થીઓ ની અંતિમ સૂચિ આ બીજી પરીક્ષા ના આધારે તૈયાર કરવામાં આવશે. ઇન્ટરવ્યુ ઓનલાઈન મોડ માં લેવામાં આવશે.
ઓનલાઇન સ્ક્રીનીંગ પરીક્ષાના માટેની નિયમો અને શરતો
- શાળાએ એક નિરીક્ષક ની નિમણૂક કરવી આવશ્યક છે જે ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે ગૂગલ મીટ/ઝૂમ /વેબએક્સ વગેરે દ્વારા પોતાની સ્કૂલ ના વિદ્યાર્થી સાથે કનેક્ટ થશે જેવી રીતે કે તેઓ નિયમિત કક્ષા ઓ માટે જોડાય છે. પરીક્ષા પ્રમાણિક અને ન્યાયી રીતે લેવામાં આવેલ છે તેવી સ્વ-ઘોષણા પરીક્ષા બાદ શાળાના આચાર્યએ પીઆરએલ એન.એસ.ડી. વેબસાઇટ પર તેમના લોગ ઇન કર્યા બાદ પીઆરએલ દ્વારા નિયત કરેલ બંધારણમાં આપવાની રહેશે.
- વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા દરમ્યાન પરીક્ષા લિંક સિવાય કોઈ અન્ય લિંક/ટેબ ખોલી શકશે નહીં તેમજ બ્રાઉઝર ને રિફ્રેશ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
- કૃપા કરીને બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી અને સાવધાનીપૂર્વક તેનું પાલન કરો.
- વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કૅલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
- વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા ના જવાબો સબમિટ કરવાના રહેશે અને ત્યારબાદ જ બ્રાઉઝરને બંધ કરશો.
- વિદ્યાર્થીઓ ને પરીક્ષા દરમિયાન બ્રાઉઝરનાં ‘બેક’ બટન ને ક્લિક ન કરવા વિનંતી.
- સમયની નોંધ રાખવા માટે ઓનલાઈન પરીક્ષા બ્રાઉઝર મા ટાઈમર ઘડિયાળ પર નજર રાખવા વિનંતી.
- વિદ્યાર્થીએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તેણે / તેણી "Submit Answers" બટન પર ક્લિક કરીને પરીક્ષા સબમિટ કરવી આવશ્યક છે.
- આવશે "Your Exam has been submitted successfully" અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલથી લૉગ આઉટ કરી શકશે.
- પરીક્ષા માટે વિદ્યાર્થીઓ જે ઉપકરણનો ઉપયોગ કરશે તેમાં સંબંધિત ભાષામાં પ્રશ્નો / જવાબો જોવા માટે હિન્દી અને ગુજરાતી યુનિકોડ ફોન્ટ્સ હોવા આવશ્યક છે.
- સમય, ઇન્ટરનેટ અને વીજળી જોડાણ ની ઉપલબ્ધતા, યુઝર આઇડી / પાસવર્ડની હેકિંગ, કમ્પ્યુટર/ઇન્ટરનેટની યોગ્ય જાણકારી ન હોવી, યુઝર આઈડી/ પાસવર્ડ નો દુરુપયોગ કરવાને લીધે કોઈપણ સમસ્યા માટે શાળા/વિદ્યાર્થીઓ જવાબદાર રહેશે. કોઈપણ કારણોસર, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ કરી શકતો નથી, તો તેને ફરીથી ઉપસ્થિત થવા ની મંજૂરી આપવામાં આવશે નહીં.
- શાળાએ પ્રશ્ર્નપત્ર માટે તેમની પ્રાધાન્ય વાળી ભાષાનો વિકલ્પ પસંદ કરવો આવશ્યક છે (દા.ત. ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી). ગુજરાતી/હિન્દી પ્રશ્ર્નપત્ર માં કોઈપણ વિસંગતતા ના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણ માન્ય ગણાશે.
- તકનીકી મુદ્દાના સંદર્ભમાં, કોઈ વાતચીત અથવા દલીલ સ્વીકારવા માં આવશે નહીં.
- પીઆરએલ વેબ બ્રાઉઝર મા તકનીકી સુવિધા ઓ ઉમેરી શકે છે, સમય અને જવાબોના દાખલા નું વિશ્લેષણ કરી શકે છે અને ગેરવર્તનના અનામી રિપોર્ટિંગ માટે સંપર્ક માહિતી પ્રદાન કરી શકે છે.
- પીઆરએલ દ્વારા પરિણામ ના વિશ્લેષણ દરમિયાન ઓનલાઈન પરીક્ષણ ના સંચાલન માં શાળા દ્વારા કોઈ ગેરરીતિ જોવા મળે છે, તો પીઆરએલ સંબંધિત શાળાના વિદ્યાર્થીઓને ગેરલાયક ઠરાવી દેવાનો અધિકાર ધરાવે છે. આવા કિસ્સામાં, શાળાને મળી આવેલી ગેરરીતિઓના ખુલાસાની તક આપવામાં આવી શકે છે. જો કે, સંતોષ કારક ખુલાસો ન જણાય, તો સંબંધિત શાળાને પીઆરએલ ના ભવિષ્ય ના કાર્યક્રમો માં ભાગ લેવાની મનાઈ કરવામાં આવશે.