અરુણા લાલ શિષ્યવૃત્તિ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે પાંચ ગુણવાન વિદ્યાર્થીઓને અરુણા લાલ શિષ્યવૃત્તિ પુરસ્કૃત કરવામાં આવશે જેની પસંદગી સ્ક્રિનિંગ પરીક્ષા અને નિષ્ણાતોની પેનલ દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યુ ને આધારે કરવામાં આવે છે. અરુણા લાલ ફાઉન્ડેશનની સ્થાપના સ્વ. પ્રો. દેવેન્દ્ર લાલ દ્વારા એમની પત્ની શ્રીમતી અરુણા લાલ ની સ્મૃતિ માં કરવા માં આવી હતી.

સ્વ. પ્રો. દેવેન્દ્ર લાલ પી.આર.એલ. ના ડિરેક્ટર (1972-1983) અને સ્ક્રીપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓસનોગ્રાફી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગો, યુએસએ (1989 - 2012) ના વિઝિટિંગ પ્રોફેસર હતા.

આ શિષ્યવૃત્તિ નો ઉદેશ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને વિજ્ઞાન સંબંધિત વિષયોમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શિષ્યવૃત્તિ પાંચ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ અને ૧૨ દરમિયાન તેમની વિજ્ઞાનના વિષયોમાં સંતોષકારક કામગીરી માટે બે વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. જે વિદ્યાર્થી ધોરણ 12 પછી મૂળભૂત વિજ્ઞાન ની શાખાઓ માં આગળ અભ્યાસ કરે છે તેમને ત્રીજા વર્ષે પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. હાલમાં શિષ્યવૃત્તિની રકમ વાર્ષિક રૂ. 10000/- છે.