રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – 2025
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી તારીખ 1st March 2025 ના રોજ યોજાનાર છે. આ પ્રસંગે, ઓનલાઈન સ્ક્રીનીંગ ટેસ્ટના આધારે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને અરુણા લાલ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે, ત્યારબાદ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ અને ઓનલાઈન મોડ દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અરુણાલાલ શિષ્યવૃત્તિ ની સ્થાપના સ્વ. પ્રો.દેવેન્દ્ર લાલ, ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના પૂર્વ નિયામક દ્વારા કરવામાં આવી છે.
- અરજી અને યોગ્યતા: ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, આપની શાળામાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) ના વધુમાં વધુ 10 વિદ્યાર્થીઓ ના નામ તારીખ 03rd January 2025 અથવા તે પહેલાં મોકલી આપવા ના રહેશે. વિદ્યાર્થીઓનું નામાંકન કરવા માટે પ્રથમ શાળા નું રજીસ્ટ્રેશન કરવું અને ત્યારબાદ વિદ્યાર્થોના નામ રજિસ્ટર થઈ શકશે. જે શાળાઓ એક કરતાં વધારે માધ્યમ નો અભ્યાસક્રમ ચલાવતી હોય એવી શાળાઓએ દરેક માધ્યમ માટે અલગ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને માધ્યમ દીઠ મહત્તમ 10 વિદ્યાર્થીઑ નું રજીસ્ટ્રેશન કરી શકાશે. અમે સહ-શૈક્ષણિક શાળાઓને પાંચ છોકરાઓ અને પાંચ છોકરીઓની નોંધણી માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
- સ્ક્રીનિંગ પરીક્ષા: વર્ષ 2025 માટે અરુણા લાલ શિષ્યવૃત્તિ માટેની ચકાસણી પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ભરૂચ, સુરત, વલસાડ, પોરબંદર, રાજકોટ, ભુજ, પાટણ, પાલનપુર, મહેસાણા, અમરેલી, આદિપુર (ગાંધીધામ), જામનગર, જૂનાગઢ, મોડાસા તથા ભાવનગર ખાતે તારીખ 19th January 2025 ના રોજ યોજવામાં આવશે.
-
પસંદગી પ્રક્રિયા:
સ્ક્રીનિંગ પરીક્ષાના ગુણ ને આધારિત આશરે ચોટીના ૧५૦ વિદ્યાર્થીઓની પસંદગી આગળની થનારી સ્પર્ધાઓ માટે કરવામાં આવશે, જે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ ખાતે
1st March 2025 ના રોજ યોજવામાં આવશે.
Click here to see the results of the Screening Test conducted on 19th January, 2025
NSD 2025: Information for selected students/schools
Innovations in teaching by Teachers: Presentation by Teachers
NSD 2025 Program Schedule

"...the most effective development of education can take place only when the teacher, the student, his parents, and the outside environment can interact with one another, in a series of feedback loops, free from regimentation and irrelevant theories and principles preached from the top."
Dr. Vikram Sarabhai