પાત્રતા, નિયમો અને શરતો:
- અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.
- વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવક અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.
- અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
- વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
- શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
- શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
- શાળા સરકારી/ અર્ધસરકારી/ ટ્રસ્ટ દ્વારા સંચાલિત / સ્વ-ધિરાણ (સેલ્ફ -ફાઇનાન્સ) છે તેની વિગતો.
- શાળાનું ભાષા માધ્યમ.
- શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
- અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
- આવકના દાખલામાટે માન્ય અધીકારિઓ: તહેસીલદાર, મહેસુલ અધિકારી (મામલતદાર), એસ.ડી.એમ., તાલુકા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, એ.ડી.એમ. કે તેમને સમકક્ષ.
- પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે ચયનિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી તથ્યો જાણી જોઇ દબાવ્યા હશે કે અવગણ્યા હશે, તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
- શિષ્યવૃત્તિનું વાર્ષિક નવીકરણ એ હકીકતને આધિન રહેશે કે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
- વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનુ રહેશે.
- શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
- કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
- શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.