પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.

  • શિષ્યવૃત્તિ ચયન કસોટી:  શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 21st January 2024 રવિવાર ના રોજ યોજવામાં આવશે.


"...the most effective development of education can take place only when the teacher, the student, his parents, and the outside environment can interact with one another, in a series of feedback loops, free from regimentation and irrelevant theories and principles preached from the top."

Dr. Vikram Sarabhai