અરજી પ્રક્રિયા:

  • અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
  • નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
    1. વિદ્યાર્થીનો ફોટો
    2. આવકનો પુરાવો:
      આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
    3. શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
      1. જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
      2. જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
    4. ધોરણ 7 ની માર્કશીટ
  • જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
    1. બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
    2. ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.