ઓનલાઇન સ્ક્રિનિંગ (પસંદગી) કસોટી માટેની માહિતી


 1. સ્ક્રિનિંગ કસોટી તા. Tuesday, 12th April 2022. ના રોજ યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે.

 2. શાળા, વાલી કે વિદ્યાર્થી એ રજીસ્ટ્રેશન કરતી વખતે વપરાશમાં હોય એવું વિદ્યાર્થીનું પોતાનું ઈમેલ આઈ-ડી અને મોબાઇલ નંબર આપવા જરૂરી છે. આ ઈમેલ આઈ-ડી નો ઉપયોગ ઓન લાઇન કસોટી માટે લોગ-ઇન કરવા માટે થશે. ઓનલાઇન કસોટી નો પાસવર્ડ આ ઈમેલ આઈ-ડી ઉપર જ મોકલવામાં આવશે.

 3. પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.

 4. દરેક સાચા જવાબના 3 ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબનો 1 ગુણ કાપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ના કોઈ ગુણ આપવામાં કે કાપવામાં નહીં આવે.


ઓનલાઇન સ્ક્રીનીંગ કસોટી માટેના નિયમો અને શરતો


 1. વિદ્યાર્થીઓએ ઓનલાઇન કસોટી દરમ્યાન કસોટી લિંક સિવાય પોતાના બ્રાઉઝર પર કોઈ અન્ય લિંક/ટેબ ખોલવાની નથી. તદઉપરાંત તેઓ બ્રાઉઝર વિંડોને રિફ્રેશ ન કરે.

 2. કૃપા કરીને કસોટી ના વેબપેજ ની બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને સાવધાનીપૂર્વક તેનું પાલન કરો.

 3. વિદ્યાર્થીઓને કસોટી દરમિયાન કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

 4. વિદ્યાર્થીએ કસોટી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રાઉઝરને બંધ ન કરવો.

 5. વિદ્યાર્થીએ કસોટી દરમિયાન બ્રાઉઝરનાં ‘બેક(Back)’ બટનને ક્લિક ન કરવો.

 6. કસોટી દરમિયાન બ્રાઉઝરમાં પ્રશ્નપત્ર પૂરો કરવા કેટલો સમય બચ્યો છે તે દર્શાવતું ઘડીયાલ દેખાશે. વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂરો કરવાનું ધ્યાન રાખે.

 7. વિદ્યાર્થીએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તેણે / તેણીએ "Submit Exam" બટન પર ક્લિક કરીને જવાબ સબમિટ કરવા આવશ્યક છે.

 8. એકવાર સબમિટ થઈ ગયા પછી, એક સંદેશ દેખાશે "Your answers have been submitted successfully" (તમારા જવાબ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યા છે)". આ સંદેશ આવ્યા પછી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોર્ટલથી લૉગઆઉટ કરી શકે છે.

 9. કસોટી માટે વિદ્યાર્થીઓ જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે, તેમાં હિન્દી અને ગુજરાતી યુનિકોડ ફોન્ટ્સ ઈન્સ્ટોલ થયેલા હોય એ જરૂરી છે. અન્યથા ગુજરાતી કે હિન્દીમાં પ્રશ્નો/વિકલ્પો નહીં જોઇ શકાય.

 10. સમય, ઇન્ટરનેટ અને વીજળી જોડાણની ઉપલબ્ધતા, યુસર આઇડી કે પાસવર્ડની હેકિંગ, કમ્પ્યુટર/ઇન્ટરનેટની યોગ્ય જાણકારી ન હોવી, બીજા કોઈ દ્વારા તમારા યુસર આઇડી કે પાસવર્ડનો દુરૂપયોગ, વગેરે જેવી બાબતો માટે પી.આર.એલ. જવાબદાર નથી અને જો કોઈ વિદ્યાર્થી આવા કોઇપણ કારણસર કસોટી પૂર્ણ નહી કરી શકે, તો તેને ફરીથી કસોટી ની તક નહીં આપવામાં આવે.

 11. શાળા/ વિદ્યાર્થી એ ભાષાનો વિકલ્પ પસંદ કરવો આવશ્યક છે (દા.ત.ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી) પ્રશ્નપત્રમાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

 12. તકનીકી મુદ્દાના સંદર્ભમાં, કોઈ વાતચીત અથવા દલીલ સ્વીકાર કરવામાં આવશે નહીં.

 13. કસોટી માં ગેરરીતિ રોકવા માટે પી.આર.એલ. ટેકનોલોજીની સાથે સાથે અન્ય ઉપાય જેવા કે સમય અને જવાબોના ઢબનું વિશ્લેષણ, ગેરવર્તનના અનામી રિપોર્ટિંગ માટે સંપર્ક માહિતી, વગેરે કરી શકે છે.

 14. કોઇ શાળા કે વિદ્યાર્થીએ ઓનલાઈન કસોટી ના સંચાલનમાં ગેરરીતિ કરી છે એવું પી.આર.એલ. ની જાણમાં આવસે, તો સંબંધિત શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ગેરલાયક ઠેરવવામાં આવસે. આવા કિસ્સામાં શાળા/વિદ્યાર્થીને ખુલાસાની તક આપવામાં આવશે પણ જો ખુલાસો પી.આર.એલ.ને સંતોષકારક નહીં જણાય તો મુળ નિર્ણય કાયમ રહેશે..

 15. કોઈપણ વિવાદના કિસ્સામાં, PRL દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંતિમ અને બધા માટે બંધનકર્તા રહેશે.